1. વિદ્યાર્થીઓએ હંમેશા સમયસર શાળામાં આવવું. શાળાએ નક્કી કરેલા ગણવેશમાં જ શાળામાં આવવું.
2. વિદ્યાર્થીઓએ હંમેશા ગૃહકાર્ય કરવું અને સ્ટાફ તથા શિક્ષકોની આજ્ઞામાં રહેવું.
3. શિક્ષણ અંગેના કોઇપણ પ્રશ્નો કે સુચન માટે સંસ્થાની ચીઠ્ઠી મળે એટલે રૂબરૂં મળી જવું.
4. અત્રે શાળામાં ભણતા બાળકોને કોઈપણ પ્રકારની નુકશાની થાય કે અકસ્માત થાય તો તેની જવાબદારી સંસ્થા કે સંસ્થાના સ્ટાફની રહેશે નહી.
5. અધવચ્ચે સ્કૂલમાંથી કેન્સલ થનાર બાળકને સ્કૂલ ફી રીર્ટન મળશે નહી.
6. પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા પાછળથી લેવાશે નહી.
7. શાળામાં નક્કી થયા મુજબના એસાઈમેન્ટ, પ્રેકિટકલ કાર્ય , તથા અન્ય શૈક્ષણિકકાર્ય રાબેતા મુજબ કરવાનું રહેશે.
8. શાળાની મિલકતને નુકશાન કરનાર વિદ્યાર્થીના વાલીએ નુકશાનની કિંમતચુકવવાની રેહશે.
9. કોઈપણ વિદ્યાર્થીને બાઈક, ઘડિયાળ, મોબાઈલ કે કિંમતી દાગીના સાથે શાળામાં મોકલવા નહી. તેમ છતાં જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેની જવાબદારી વાલીશ્રીની રહેશે.
10. ચાલુ શાળાએ વાલીએ વર્ગખંડમાં જવું નહી. શાળાએ નક્કી કરેલ મીટિંગ સમયે જ વાલીશ્રીએ વર્ગશિક્ષકને તથા વિષય શિક્ષકને શાળાએ જણાવેલ સમયે રૂબરૂં મળવાનું રહેશે.
11. શાળામાં લેવનારી કસોટીઓમાં, પરીક્ષાઓમાં નબળો દેખાવ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં રૂબરૂં મળવા બોલાવવામાં આવે ત્યારે નિયત સમયે અને તારીખે વાલીએ અચૂક રૂબરૂં મળવા આવવું.
12. શાળાના તમામ સ્ટાફ સાથે સભ્યતાથી વર્તન કરવાનું રહેશે . જો કોઈ વાલી ગેરવર્તણૂક કરશે તો તેના સંતાનને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે.
13. આપનું બદલાયેલ સરનામું કે ટેલીફોન નંબરની જાણ તાત્કાલિક વિના વિલંબે શાળાનાં કાર્યાલયમાં કરવાની રહેશે.
14. શાળાની સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ જેવી કે રમત-ગમત, લેખન, અભિનય સ્પર્ધાઓ , પર્વોની ઉજવણી , સંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવાસ વગેરે પ્રવૃત્તિમાં બાળકને ભાગ લેવડાવી શાળાને સક્રિય સહકાર આપવો. જેથી શાળા બાળકનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ સરળતાથી કરી શકે.
15. બાળકને ઓરી, અછબડાં, ગાલ પચોળિયા, કમળો જેવા રોગ થયા હોય તો તેને શાળાએ મોકલશો નહી, તેમજ બિમાર બાળકોની દાકતરી સર્ટીફીકેટ સાથે લેખિત અરજીમાં વાલીએ શાળાને જાણ કરવી.
16. ભવિષ્યમાં શાળામાં સંજોગોને આધિન જે નવા નિયમો આવશે તેનું ચુસ્ત અને ચોક્કસપણે પાલન કરવાનું રહેશે.
17. સંસ્થા આપના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ કરી તેજસ્વી અને સારો નાગરિક બનાવવા સદા પ્રયત્નશીલ છે. માટે દરેક વાલીઓએ સંસ્થાના દરેક નિયમો ચુસ્તપણે પાળી સંચાલકોને સહકાર આપવો.